સૂરને સીમાડે તને જોઇ
કવિ, સ્વર, સંગીત - ???
સૂરને સીમાડે તને જોઇ મારી રાણી,
એકતાનું ગીત સંગે ગાઇશું, ગાઇશું,
ગીત તણી ઓઢણી ઓઢાડી મારા વાલમાં,
પ્રીતના સંગીતમાં રેલાઇશું, ગાઇશું.
કેસૂડાં તો તારી તારી આંખમાંની રાણી,
વ્હાલથી નિહાળશું ને ગાઇશું, ગાઇશું,
પ્રીતની જો રીત કોઇ પૂછે મારા વાલમાં,
હેતથી ચીંધાઇશું ને ગાઇશું, ગાઇશું.
હેતનો હીંડોળ તું, હું ડોર મારી રાણી
આંબાલીયા ડાળ બેઉ ઝુલશું ગાઇશું,
હોઠને કીનારે દિલની ઓટ મારા વાલમાં,
હેતમાં ભેદ બેઉ ભૂલશું, ગાઇશું.
હેત તણી રેતમાં જે લખ્યું મારી રાણી,
ગમતીલું ગીત એજ ગાઇશું, ગાઇશું,
આપણો સંગાથ કાંઇ સોણલું જો વાલમા,
યાદ તણી મોસમે ચવાઇશું, ગાઇશું.
સૂરને સીમાડે તને જોઇ મારી રાણી,
એકતાનું ગીત સંગે ગાઇશું, ગાઇશું,
ગીત તણી ઓઢણી ઓઢાડી મારા વાલમાં,
પ્રીતના સંગીતમાં રેલાઇશું, ગાઇશું.
કેસૂડાં તો તારી તારી આંખમાંની રાણી,
વ્હાલથી નિહાળશું ને ગાઇશું, ગાઇશું,
પ્રીતની જો રીત કોઇ પૂછે મારા વાલમાં,
હેતથી ચીંધાઇશું ને ગાઇશું, ગાઇશું.
હેતનો હીંડોળ તું, હું ડોર મારી રાણી
આંબાલીયા ડાળ બેઉ ઝુલશું ગાઇશું,
હોઠને કીનારે દિલની ઓટ મારા વાલમાં,
હેતમાં ભેદ બેઉ ભૂલશું, ગાઇશું.
હેત તણી રેતમાં જે લખ્યું મારી રાણી,
ગમતીલું ગીત એજ ગાઇશું, ગાઇશું,
આપણો સંગાથ કાંઇ સોણલું જો વાલમા,
યાદ તણી મોસમે ચવાઇશું, ગાઇશું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment