છોકરાને સપનું આવ્યું - તુષાર શુક્લ
કવિ - તુષાર શુક્લ
સ્વર - સોનિક સુથાર
સંગીત - ગૌરાંગ વ્યાસ
છોકરાને સપનું આવ્યું‘તું ગઈ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને,
ન માને.. ન માને..છોકરો ન માને કોઈ વાતે...!
ચોક્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી ‘તી ના !
ગાલ્લાને ઘેર કદી રાણી ન જાય તેમ છોકરાને સમજાવવું આ
લો-ગાર્ડન પાસેથી છૂટાં પડ્યા ‘તા હજુ હમણા તો સાત સાડા સાતે...!
મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે...
ઓશિકા બદલે ના સપના બદલાય.. મારી રાત હવે ગઈ ગયા ખાતે !
ના પાડી તોયે આ હાલત છે છોકરાની.. જો હા પાડી હોત તો શું થાતે...?
અણગમતું આવે કે મનગમતું આવે એ સપનું છે , સપનાની મરજી
સપનું આંજેલ આંખ સૌથી ના ઉકલે.. એ આંખો નથી રે કોઈ અરજી !
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે...!
(શબ્દો - અવસર)

0 પ્રત્યાઘાતો:
Post a Comment