ચાલોને રમીયે હોડી હોડી - બાળગીત
કાલે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો. વહી જતાં નાના ઝરણા જોઇ નાનપણનું આ કાવ્ય યાદ આવી ગયું. કાગળની હોડી બનાવી પાણીમા તરતી મુકવાની એ મજા હતી. કાશ...એ દિવસ પાછા આવે!!!
બાળગીત
ચાલોને ચાલોને રમીયે હોડી હોડી
વરસ્યો વરસાદ ખુબ આજે મુશળધાર,
ઝરણા નાના જાય દોડી દોડી.
બાપુના છાપા નક્કામા થોથા,
કાપીકૂપીને કરીયે એની હોડી.
સાદીને સઢવાળી ને નાની ને મોટી,
મુકીયે પવનમાં છોડી છોડી.
ખાલી રાખેલી ઊંધી વળે તો,
પાંદડા ફૂલ બધુ તોડીતોડી.
જાશે દરિયાપાર પરિઓના દેશમાં,
સહુથી પહેલી દોસ્ત મારી હોડી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment