આકાશમાંથી ઉતર્યા રે - ગરબો
આજથી પર્વાધિરાજ નવરાત્રીનો પ્રારંભ થયો છે. શક્તિઉપાસનાના આ લોકપર્વને વધાવીએ આ ગરબાથી.
સ્વર - લલીતા ઘોડાદ્રા
આકાશમાંથી ઉતર્યા રે, ભોળી ભવાની મા,
ઉતર્યા એવાં નોતર્યા રે, ભોળી ભવાની મા.
ઉતર્યા કીયા ભાઇને ઓરડે રે, ભોળી ભવાની મા,
ખીર ખાંડ ને રોટલી રે, ભોળી ભવાની મા,
ઉપર પાપડનો કટકો રે, ભોળી ભવાની મા,
એવો નવીવહુનો લટકો રે, ભોળી ભવાની મા.
આકાશમાંથી ઉતર્યા રે, ભોળી ભવાની મા,
ઉતર્યા એવાં નોતર્યા રે, ભોળી ભવાની મા.
ચોખલીયા ખાંડી ખાંડી થાકી રે,ભોળી ભવાની મા,
કણબીને નજરે દીધી રે, ભોળી ભવાની મા,
જેવા મેણાં ભાઇને ભાંગ્યા રે, ભોળી ભવાની મા,
તેવા મેણાં ભાઇને ભાંગ જો રે, ભોળી ભવાની મા,
જેવાં પુત્ર ભાઇને દીધા રે, ભોળી ભવાની મા,
તેવાં પુત્ર ભાઇને દેજો રે, ભોળી ભવાની મા,

0 પ્રત્યાઘાતો:
Post a Comment