Monday 8 October 2012

જય વૃંદાવન કુંજબિહારી - ભજન

એક જ વારમાં મળનારને સ્વજન બનાવી લે તેવા બહુ જ ઓછા હોય છે. રાસદાદા તેમાના એક છે. એક વર્ષ પહેલા તેમના નિવાસસ્થાને તેમને મળવાનું થયું હતું. તેમનો અને મારો જન્મતારીખનો દિવસ એક જ. આટલી શી વાત ઉપર તેમણે કહ્યું કે, કૃતેશ, જો આપણી વચ્ચે તો કેટલું અનોખું બંધન છે. તેમની અને વિભાબા સાથે અનેકાવિધ વિષયો પર ચર્ચા થઇ. તેમણે પરેશ ભટ્ટ અને પોતાના ફોઇમાની સ્મૃતિમાં બહાર પાડેલી પુસ્તિકા પણ ભેટ આપી.

સુગમ સંગીતના વિવિધ ભાવનું અઢળક જ્ઞાન, અનુભવોનો ખજાનો. વહેંચવા બેસો તોય પાર ન ખૂટે. બ્લોગ ઉપર પણ ઘણી વખત તેમના માર્ગદર્શનો લ્હાવો મળ્યો છે. તેમના માર્ગદર્શનમાં એક શુભેચ્છકની હળવાશ હતી, પ્રખ્યાત સંગીતકારનો ભાર ન હતો. 

દાદા, આમ અચાનક તમે ચાલિ જશો એવી કલ્પના પણ ન હતી. અવિનાશભાઇ પ્રત્યે તમને ખુબ આદર હતો. પણ એમને મળવાની આટલી ઉતાવળ કરવાની જરૂર નહતી. હવે હરિના દરબારમાં સંગીતની મહેફિલ જામશે. દાદા, આજે પૃથ્વી ઉપરથી તમારી વિદાય નહીં, પણ તમારા સ્વર્ગના પ્રવેશનો મહોત્સવ ઉજવિયે. તમારા જ આ ગીત દ્વારા.

સ્વર - રાસબિહારી દેસાઇ





જય વ્રુંદાવન કુંજબિહારી,
કુંજ ગલનમાં આવન જાવન,
ગોપીને ગિરિધારી.

સાવરિયાની શ્યામ મુરલીયા,
ઘનશ્યામ રતનનો રંગ,
મીરાં માધવ, રાધા માધવ,
ગોપી માધવ સંગ,
અંગઅંગમાં જાણે લાગે,
ગુલાલ ભરી પીચકારી.

છંદઆનંદનો લય અનંત 
ને આનંદના ગીત,
કળી કળીને ફૂલ ફૂલમાં,
મૌસમનું સંગીત,
અલગારી બે આંખો વરસે,
અલબેલિ અણધારી.



0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP