છલ છલ છલ ઓરે જમુનાના જલ - જયંત પલાણ
આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. વિતેલા વર્ષોના સરવૈયામાં શુભની વૃદ્ધિ થાય, અશુભનો ક્ષય થાય, ખુશીઓના સરવાળા થાય અને દુઃખની બાદબાલી થાય તેવી હરિને પ્રાર્થના.
સ્વર - વીરાજ-બિજલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
છલ છલ છલ ઓરે જમુનાના જળ
જઇને કહો સાંવરિયાને
એક ઝંખે ગોપી પલ પલ પલ.
એના ગૂંથે નહીં ફૂલડે કેશ,
એની આંખડીયે ના આંજે મેશ,
એનો મલીન થયો કઇ રઝળી વેશ,
તોય ચરણો કહે એને ચલ ચલ ચલ.
આ એજ કદંબની છાયા,
જ્યા બંસી સ્વર રેલાયા,
લાગી મનમોહનની માયા,
ખીલ્યા પ્રાણ પુષ્પના રે દલ દલ દલ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment