પલક પલક મોરીઆંખ નિહાળે - સુંદરમ
કવિ - સુંદરમ
સ્વર, સંગીત - રવીન નાયક
પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે
આજ અમારા સાગર તટ પર
શો તારો રસ છલકે
જળ-પવનના ઘોડા અટ્ક્યાં,
મનમૃગ તણાં ઠેકા ના ટકીયા,
કો અકલીત ને કલીત કરી તુજ,
પાંપણ શી અપલક પલકે...
મંદિર વિશે દીપક પ્રગટીયાં,
દીપમાં ઉદીપ ઘટિયાં,
નૈણ નૈણ તુજ નૈણ પરોવી,
શો તુજ ગગનામ્બર ઢળકે...
સ્વર, સંગીત - રવીન નાયક
પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે
આજ અમારા સાગર તટ પર
શો તારો રસ છલકે
જળ-પવનના ઘોડા અટ્ક્યાં,
મનમૃગ તણાં ઠેકા ના ટકીયા,
કો અકલીત ને કલીત કરી તુજ,
પાંપણ શી અપલક પલકે...
મંદિર વિશે દીપક પ્રગટીયાં,
દીપમાં ઉદીપ ઘટિયાં,
નૈણ નૈણ તુજ નૈણ પરોવી,
શો તુજ ગગનામ્બર ઢળકે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment