રૂપ કૈફી હતું - શોભિત દેસાઇઃ ૧૦૦૦મી પોસ્ટ
આજે જોત જોતામાં અભિષેકની ૧૦૦૦ પોસ્ટ થઇ ગઇ. સીએ તરીકે આંકડાની માયાજાળ જાણું છું અને નિરથર્કતા પણ સમજૂ છું.આમ છતાં, આજે કંઇક ખાસ છે. એક મુકામ પણ પહોંચ્યા છે. આ મુકામથી પાછળ કાપેલા માર્ગ પર દ્રષ્ટીપાત કરીયે તો એક સંતોષ છે, મીઠો આનંદ છે. મારા શોખને અનેક લોકોએ વખાણ્યો, માણ્યો, પોંખ્યો અને ઝીલ્યો. આજે ફક્ત એટલું જ કહીશ, આભાર અભિષેક, મને મારાથી મેળવવા માટે. મારા શોખને અભિવ્યક્ત કરવા માટે.ઘણા સારા મિત્રો મળ્યા, ઘણા સારા સંસ્મરણો મળ્યા. હવે બસ સતત આગળ વધવાનું છે, સુગમ સંગીતને વધાવાનું છે. આજ માટે આટલું જ.
રૂપ કૈફી હતું, આંખો ધેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી
મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી
lyrics
કવિ - શોભિત દેસાઇ
સ્વર - પંકજ ઉધાસ

0 પ્રત્યાઘાતો:
Post a Comment