રામને ભજ્યા વિના - રવિરામ
કવિ - રવિરામ
રામને ભજ્યા વિના પાર નહિ પામો,
એ જી આ તો ધૂતારાનાં શહેર છે.
જનમ્યો તે દી શું બોલતો બંદા, આજની બોલીમાં ઘણો ફેર છે;
કરી કમાણી તારી ચોપડે ચડશે, લેખા લેવાને ધણી મારો તેડશે..
મોટાઈ તારી રે, બંદા નથી મેલતો, જીરે મોટાઈયું તને વેડશે;
ધન રે દોલતમાં તારું મનડું લોભાણું, પ્રભુના ભજનમાં તારે વેર છે.
ભવસાગરમાં સાચા રે મોતી, છીપે છીપે ઘણો ફેર છે;
બાવા બન્યા તેથી શું રે થયું ભાઈ, પ્યાલે પ્યાલે ઘણો ફેર છે.
કવિ રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, દીધા વિના ક્યાંથી પામશો;
દેજો ને લેજો કરજો ભાઈ, અહીંયા તો પ્રભુની ઘણી મહેર છે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment