લીલી લીલી ઓઢણી ઓઢી - અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસનું એક સદાબહાર ગીત. આશા ભોંસલેના નાજુક અવાજમાં આ ગીત અદભૂત કામણ કરે છે. પ્રેમમાં ડૂબી જવા મજબૂર કરે તેવું ગીત. :-)
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
લીલી લીલી ઓઢણી ઓઢી ફરતી જોને છમછમ,
ફૂલડાં કેરાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
ડુંગર ડોલે મોરલો બોલે, આંબા ડાળે કોકીલા પણ બોલે રે,
પવન કેરો પાવો છેડે, મીથી મીથી ગુનગુન.
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
પારેવડાંની જોડ જોને પેલી તરૂવર પર ડોલે,
કોડ ભર્યા એના અંતરના અમી એકબીજા પર ઢોળે,
પગની પાનીએ સરી જતી મારી પાયલ બોલે છમછમ
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
લીલી લીલી ઓઢણી ઓઢી ફરતી જોને છમછમ,
ફૂલડાં કેરાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
ડુંગર ડોલે મોરલો બોલે, આંબા ડાળે કોકીલા પણ બોલે રે,
પવન કેરો પાવો છેડે, મીથી મીથી ગુનગુન.
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
પારેવડાંની જોડ જોને પેલી તરૂવર પર ડોલે,
કોડ ભર્યા એના અંતરના અમી એકબીજા પર ઢોળે,
પગની પાનીએ સરી જતી મારી પાયલ બોલે છમછમ
તોયે મારો સાયબો ન્યારો બેઠો છાનો છમ.
2 પ્રત્યાઘાતો:
My fav song .. thnx ..
Film name ?
Post a Comment