ઓ હ્રદય તે પણ ભલા - બેફામ
કેટલીક વાર કવિના શબ્દો આપણા મનના ભાવ કેટલી અસરકારકતાથી વ્યક્ત કરી લે છે. આપણે આપણા મનની પરિસ્થિતિનો તાગ ન મેળવી શકતા હોય, ત્યારે આવા શબ્દો આપણી મનઃસ્થિતિ સમજવે છે. અત્યંત માર્મિક ગીત.
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મનહર ઉધાસ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ઓ હ્રદય તે પણ ભલા કેવો ફસવ્યો છે મને
જે નથી મારા થયા એનો બનાવ્યો છે મને
આમતો હાલત અમારા બેયની સરખી જ છે
મે ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને
એ બધાના નામ લઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને
આ બધા બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને.
(શબ્દો - આત્મા)
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મનહર ઉધાસ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ઓ હ્રદય તે પણ ભલા કેવો ફસવ્યો છે મને
જે નથી મારા થયા એનો બનાવ્યો છે મને
આમતો હાલત અમારા બેયની સરખી જ છે
મે ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને
એ બધાના નામ લઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને
આ બધા બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને.
(શબ્દો - આત્મા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment