ચાંદો ઉગ્યો ચોકમાં - લોકગીત
લોકગીત
સ્વર - પ્રફુલ્લ દવે, અલ્કા યાજ્ઞિક
ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઉગ્યો ચોકમાં,
એ લેરીડા ! હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા !
ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લેરીડા !આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા !
ગાયું તારી ગોંદરે, ઘાયલ !રે ગાયું તારી ગોંદરે,
એ લેરીડા !વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !
તારે મારે ઠીક છે, ઘાયલ રે તારે મારે ઠીક છે.
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા !
(આ ગીતના બધા શબ્દો વાંચવા અને સમજવા મુલાકાત લો - મા ગુર્જરીના ચરણે)
0 પ્રત્યાઘાતો:
Post a Comment