કવિ - કૃષ્ણલાલ શ્રીધરાણી
ગાજે આજે અનેક દિવસનું, મૌન ગાજે!
ગિરિગહ્યરમાં ગંગા ગંગા ઘૂમે,
અંતર અંતર-બોલઃ
ભેખડ ભાંગતા મૂંગી કથની,
ગાતી મુખડા ખોલઃ
મૌન વણીને સાજે; ગાજે!
શાંત વિચિના શાંત કુંડાળા,
સાગર સૂનો મૂક,
વડવાનળ અંતરમાં પ્રજળે,
ઊછળશેય અચૂકઃ
મૌન થકી નવ લાજે; ગાજે!
0 પ્રત્યાઘાતો:
Post a Comment