ઉત્તર જાજો, દખ્ખણ જાજો - લોકગીત
લોકગીત
પ્રેમ પ્રેમ સબ કોઇ કહે અને પ્રેમ ન જાણે કોઇ,
જો કોઇ જાણે જગતમાં, પછિ જુદા રહે નહીં કોઇ.
ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયાપાર,
એવાં મોતીહરને મેળે જાજો,
તમે લાવજો ઝીણી હેલ, ઝીણાં મારુજી
હે..ઝીણાં ઝીણાં મારુજી...
લઇ જા એવા મલકમાં જ્યાં કોઇના વેરી હોય,
હેતાળાં, મમતાળાં, દિલડાનાં લ્હેરી હોય,
આપણા મલકનાં માયાળું માનવીની માયા લાગી જાય.
ઝીણાં મારુજી, હે..ઝીણાં ઝીણાં મારુજી...
લઇ જા એવાં મલકમાં, જ્યાં પ્રીતના મંદિર હોય,
પ્રીત્યુ વીનાં બીજાની પૂજા કરે ન કોઇ,
હેતનાં વહેતાં ઝરણાઓ ત્યાં કોઇ દી' ના સુકાય
ઝીણાં મારુજી, હે..ઝીણાં ઝીણાં મારુજી...
મોતી ભરેલ ચોકમાં રાધા રમે જ્યાં રાસ,
એવું મંદિરીયું ગોતી બે , અમે કરીશું વાસ,
ભવોતો ભવના સાથી કેરાં મનડાં લેરે જાય,
ઝીણાં મારુજી, હે..ઝીણાં ઝીણાં મારુજી...
--------છંદ----------

0 પ્રત્યાઘાતો:
Post a Comment