મીરાંબાઇ પાછા ઘેર જાઓ - સંત રોહીદાસ
Source |
કવિ - સંત રોહીદાસ
સ્વર - કરસન સાગઠીયા
તમે મારા મનના માનેલ શાલીગ્રામ,
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...
મીરાંબાઇ તમે રે રાજાની જોને કુંવરી,
રોહીદાસ જાતીના રે ચમાર...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...
મીરાંબાઇ મેવાડના લોક મારશે,
રોષે ભરાસે રાણો રાય...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...
મીરાંબાઇ લોકો રે તમારી જોને નીંદા કરે,
પાપીને પો'ગે મારો ભગવાન...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...
મીરાંબાઇ રામાનંદ ચરણે રોહીદાસ બોલ્યા,
મીરાંબાઇ તમે હેતે ભજો ભગવાન...
મીરાંબાઇ પાછા ઘેર જાઓ...
0 પ્રત્યાઘાતો:
Post a Comment