પાસપાસે તો યે કેટલાં જોજન - માધવ રામાનુજ
કવિ માધવ રામાનુજને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ. માણીયે આ ગીત.
કવિ - માધવ રામાનુજ
સ્વર - ભૂપિન્દર, મિતાલી સિંગ
સંગીત - શ્યામલ સૌમિલ
પાસપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
રાત-દી નો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આસુંને યે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તો યે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
(શબ્દો - લયસ્તરો)
કવિ - માધવ રામાનુજ
સ્વર - ભૂપિન્દર, મિતાલી સિંગ
સંગીત - શ્યામલ સૌમિલ
પાસપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
રાત-દી નો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આસુંને યે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તો યે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment