એવા રે મલક હજો - રવિન્દ્રનાથ ઠાકુર
કવિ - રવિન્દ્રનાથ ઠાકુર
સ્વર - હર્ષિદા રાવળ, જનાર્દન રાવળ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
એવા રે મલક હજો આપણા,
ઝળહળ સ્થિર જ્યાં પ્રકાશ.
કોઇ ન રોકે ને ટોકે બંધવા,
આપણે તો નિજમાં મગન,
અંતર આસને બેઠો વ્હાલીડો,
ચિત્તને તેની હો લગન...
પળ પળ વહે તેનો શ્વાસ.
આપણા તે સંતરી રે આપણે,
આતમને કોઇની ન આણ,
એને તે ભરોસે વહેતી રોજ જો,
અમરતની કલકલ સરવાણ.
ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ...
અમર જ્યોતિ જ્યાંહી ઝળહળે,
જ્યહીં આપણો જ વહે પ્રકાશ
એવા રે મલક વાસો આપણા
આપણ અનંત ત્યાં રે નિવાસ.
સ્વર - હર્ષિદા રાવળ, જનાર્દન રાવળ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
એવા રે મલક હજો આપણા,
ઝળહળ સ્થિર જ્યાં પ્રકાશ.
કોઇ ન રોકે ને ટોકે બંધવા,
આપણે તો નિજમાં મગન,
અંતર આસને બેઠો વ્હાલીડો,
ચિત્તને તેની હો લગન...
પળ પળ વહે તેનો શ્વાસ.
આપણા તે સંતરી રે આપણે,
આતમને કોઇની ન આણ,
એને તે ભરોસે વહેતી રોજ જો,
અમરતની કલકલ સરવાણ.
ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ...
અમર જ્યોતિ જ્યાંહી ઝળહળે,
જ્યહીં આપણો જ વહે પ્રકાશ
એવા રે મલક વાસો આપણા
આપણ અનંત ત્યાં રે નિવાસ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment