Sunday 15 August 2010

જનગણમન અધિનાયક જય હે - રવિન્દ્રનાથ ટાગોર

ભારતનો આજે સ્વાતંત્ર્યદિન છે. તેનાં માહમત્ય વિશે આજે કશી ચર્ચા નથી કરવી કારણકે  આપ સહુ એ જાણો જ છો (અને ન જાણતા હોય તો આજનાં છાપાં વાંચી લેજો). આજનાં આ પર્વને અનુલક્ષીને કયું ગીત મુકવું તેના વિશે થોડું સર્ફિંગ કર્યું તો મને આશ્ચર્યની એ વાત જાણવા મળી કે આપણું આ રાષ્ટ્રગીત કોઇ ગુજરાતી બ્લોગ પર ઉપલબ્ધ નથી. એટલું જ નહિ અન્યવેબસાઇટ પર પણ આ ગીત આખું નથી. તમારી જાણ સારું કે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત પાંચ ફકરામાં લખ્યું છે, તેમાંથી ફક્ત પહેલો ફકરો ભારતે પોતાનાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યો છે. આજનાં આપર્વને અનુલક્ષીને વાંચો આ ગીતનાં પુરેપુરા પાંચ ફકરા. હા પણ, કમભાગ્યે ઓડીયો પહેલા ફકરાં પુરતો જ છે.


ગીત સાંભળતી વખતે સાવધાનની મુદ્રામાં રહેવું રાષ્ટ્રગીતની મર્યાદા જાળવા વિનંતી છે.

કવિ - રવિન્દ્રનાથ ટાગોર


જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા,
પંજાબ સિંધ ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે
ગાહે તવ જય-ગાથા
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે

અહ્રરહ તવ આહ્વાન પ્રચારિત,
શૂનિ તવ ઉદાર વાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક
મુસલમાન ખુષ્ટાણી
પૂરબ પશ્ચિમ આસે
તવ સિંહાસનપાશે
પ્રેમહાર, હય ગાથા
જન ગણ એક્ય વિધાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે

પતન અભ્યુદય વન્ધુર પન્થા
યુગયુગ ધાવિત યાત્રી
જે ચિર સારથી, તવ રથ ચક્રે
મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ માઝે
તવ શંખધ્વનિ બાજે
સંકટ દુઃખ શ્રાતા
જન ગણ મન પરિચાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે


ઘોર તિમિર ઘન નિબિડ નિશીત
પીડિત મૂર્છિત દેશે
જાગ્રત દિક તવ અવિચલ મંડલ
નત નયને અનિમેષ
દુઃસ્વપને આતંકે
રક્ષા કરિજે અંકે
સ્નેહમયી તુમ માતા
જન ગણ દુઃખત્રાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે


રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ
પૂરબ ઉદય ગિરિ ભાલે
સાહે વહગ, પુણ્ય સમીરણ
નવ જીવન રસ ઢાલે
તવ કરુણારૂણ રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા
જય જય જય હે, જય રાજેશ્વર,
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે

1 પ્રત્યાઘાતો:

Govindbhai Maru Sunday, August 15, 2010 10:48:00 am  

૬૪ માં સ્વાતંત્ર્ય દીવસના હાર્દીક અભીનંદન...

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP