હરિ માંગુ : ભગવતીકુમાર શર્મા
આજે બપોરે પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યાં માનસનો અચાનક અવાજ સાંભળ્યો કે 'Peacock'. પહેલા તો થયુ કે ભાઇસાહેબ એમનો અભ્યાસ કરતા હશે. પણ ત્યાં તો મે પાંખોનો ફરફરાટ સાંભળ્યો. બહાર જઇને જોયુ તો સાચે સાચ મોર. મારા તો બત્રીસ કોઠે દીવા થઇ ગયા.એવું નથી કે આવી રીતે મોર જોવાનો આ પહેલો પ્રસંગ છે.અમદાવાદના ઇસનપુર જેવા ભરચક વિસ્તારમા રહેતા હોવા છતાં મોર, ચકલી, કાબર જેવા પક્ષીઓને નિહાળવાનો મોકો સતત મળતો જ રહે છે. મને યાદ છે ગત વર્ષે તો ઉનાળામા ધાબા પર સૂઇ ગયો હતો. વહેલી સવારે જાગ્યો તો મે જોયુ કે મારી પથારી થી ફક્ત એક હાથ દૂર રહીને મોર ટહુકા કરે છે.
પણ આ વર્ષે મોર જ્યાં રહેતા હતા એ ખુલ્લા મેદાનમા ફ્લેટ બની ગયા અને મોર દેખાતા બંધ થઇ ગયા. સામાન્ય રીતે દરરોજ સવારે મોર જોવા મળતા હતા એ છેલ્લા બે માસથી તો મે જોયા જ ન હતા. તેથી તો આજે મોર જોઇને રાજી રાજી થઇ ગયો. મોરને કહુ છુ ' ભઇલા આમને આમ આવતો રહેજે.'
ગીત - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા
હરિ માંગુ, હરિ માંગુ
બીજુ કાંઇ ના માંગુ
જરી જાચુ, જરી જાચુ
બીજુ કાંઇ ના જાચુ
કેડીને મે તો ભર્યો કળીયો પંડનો
કચડી નાખેલ અતિ લોભ સો મણનો
સાતજનમની હૈયાધારણ દઇને
પ્રેમીઓ એ પલકારો પાંપણનો
જીવ્યાની ઘડી માંગુ, બીજુ કાંઇ ના માંગુ
ટચલી આંગળીનો સધર આધાર
પડે ચરણમા મેઘ મુશળધાર
જીભલડી પર કોટી શબ્દ છો રમતા
નોંકો સહુમા હરિનામ પુકાર
0 પ્રત્યાઘાતો:
Post a Comment