સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
સંબંધો કેવા વિચીત્ર હોય છે, ક્યારેક મનને ભીંજાવી દે તો ક્યારેક રડાવી દે. એવી જ વેદના સભર આ ગીત માણીયે
કવિ - ???
સ્વર - હંસા દવે
સંગીત - ???
સંબંધની ગાગરથી પાણી ભરીશૂં કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
કેટ્લીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.
આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠવધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા
કવિ - ???
સ્વર - હંસા દવે
સંગીત - ???
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
કેટ્લીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.
આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠવધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા
સંબંધની ગાગરથી પાણી ભરીશૂં કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
0 પ્રત્યાઘાતો:
Post a Comment