તમે રે તિલક રાજા રામનાં - રાવજી પટેલ
આપણી પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી 'તમે રે તિલક રાજા રામનાં કવિ રાવજી પટૅલની વિશિષ્ટ રચના છે. ઉંચા ઘરના ટોડલા, લજવાતી રવેશ, અક્ષર થઇને ઉકલ્યા અને પડતર મુંઝારા ઝીણી જીભ વગેરેમાં ગ્રામા વાણીની મિઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ પ્રગટે છે. બે પ્રિય પાત્ર વચ્ચેના વૈષમ્યનું અદભુત ચિત્રણ આ રચનામાં અભિવ્યક્ત થાય છે. ગ્રામ પરિવેશમાં રાવજી પટેલનો તળપદ ભાષાનો ટહુકો અને તેવો રવરવતો લય ગુજરાતી ગીત સૃષ્ટિમાં લહેરાય છે.
સંગીત - અજીત શેઠ
તમે રે તિલક રાજા રામનાં
અમે વગડાના ચંદન કાષ્ઠ
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં
તમે રે ઉંચેરા ઘરના ટોડલા,
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજન કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં
તમે રે અક્ષર થઇને ઉકલ્યા,
અમે પલ પલ મુંઝારાજીની જીભડાં.
તમારી મશેના અમે સોહિયા
કહો ને કહો ને દખ કેવાં પડ્યાં,
કહોને સાજણા દખ કેવાં પડ્યાં.
તમે રે તિલક રાજા રામનાં
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા
2 પ્રત્યાઘાતો:
Hello, add some gujarati songs like dhun a dhakavi ama tara namni(pela pela jug ma rani to hati...), tari akh no afin tara roop no..........
અત્યારે જે "મારી આંખે કંકુના સુરજ આથમ્યા" નામે
વેચાય છે તેનુ રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને જોયું હતું કૈલાસ પંડીત સાથે.
આભાર એ દિવસો યાદ કરાવવા માટે
Post a Comment