જૂનું ઘર ખાલી કરતાં - બાલમુકુંદ દવે
આજે એક ઉચ્ચકક્ષાના કવિ બાલમુકુંદ દવેની ૯૪મી જન્મજયંતિ છે. તેમેને શ્રધ્ધાંજલી. આજે તેમની એક રચના માણીયે.
'જુનું ઘર ખાલી કરતાં' તેમની સૌથી પ્રચલીત રચના છે. નિશાળમા કાવ્યસમિક્ષામા આ રચના જરૂર ભણાવામા આવે. ઘર એ ફક્ત ચાર દિવાલોની ઇમારત નથી. આપણી લાગણી તેની સાથે જોડાયેલી રહે છે. જ્યાં આપણે મોટા થયાં,તોફાનો કર્યા હોય, જીવનની અનેક તડકાછાંયડીયો જોઇ હોય તેવું ઘર કાયમ માટે છોડવાનું હોય એ સમયે હ્રદય અપાર વેદના અનુભવે છે. મે પણ આ વેદનાનો અનુભવ બે વાર કર્યો છે. જુના મિત્રો કે જેમને એક સાદ દેતાં ભેગા થઇ શક્તા હતા તેમને મળવા માટે કોઇ પ્રસંગની રાહ જોવી પડે. જે ઘરની એક એક દીવાલ આપણી માલિકીની હતી તે આપણી નજર સામે બીજાની થઇ જાય. સાચે જ ખુબ આઘાતજનક છે. આવી જ વેદના આ કવિતામા છે.
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !
0 પ્રત્યાઘાતો:
Post a Comment