ઊંટ કહે - કવિ દલપતરામ
આજે કવિ દલપતરામની જન્મજયંતી. આજે સાંભળો તેમની આ પ્રખ્યાત કાવ્ય
કવિ - દલપતરામ
પઠન - મનોજ જોશી
ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાધના છે નખ વાકાં,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
(Lyrics - Gujarati Web Duniya)
કવિ - દલપતરામ
પઠન - મનોજ જોશી
ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાધના છે નખ વાકાં,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.
(Lyrics - Gujarati Web Duniya)
0 પ્રત્યાઘાતો:
Post a Comment