કોયલ ઉડી રે ગઇ ને પગલાં પડી રે રહ્યાં - અવિનાશ વ્યાસ
સ્વર- ?
ગીત - અવિનાશ વ્યાસ
કોયલ ઉડી રે ગઇ ને પગલાં પડી રે રહ્યાં,
સૂના સરવરને સૂનું આંબલીયા,
એના પાંદડે પાંદડા ડાળી રે રહ્યા
કોયલ......
આયખું વેઠીને પાન લીલું રે થયું,
માળીની આંખોમા આંસુડાં વહ્યાં.
વનનું પિયરીયું સુનુ રે પડ્યું
એના ટહુકા હવે નવ જડી રે રહ્યાં
કોયલ.....
સહીયરની આંખોમાં વેદનાની વાણી
સહીયરની આંખલડી કહેતી રે કહાની
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જોને રે વિજોગના વાદળાં ચડી રે રહ્યાં
કોયલ......
વાદલડીને કહેજો સૂરજને ઢાંકે
ઝાઝેરો તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડું હાંકજો રે ભાઇ
એને વાટ્યુંના કાંકરા નડી રે રહ્યાં
કોયલ......
ગીત - અવિનાશ વ્યાસ
કોયલ ઉડી રે ગઇ ને પગલાં પડી રે રહ્યાં,
સૂના સરવરને સૂનું આંબલીયા,
એના પાંદડે પાંદડા ડાળી રે રહ્યા
કોયલ......
આયખું વેઠીને પાન લીલું રે થયું,
માળીની આંખોમા આંસુડાં વહ્યાં.
વનનું પિયરીયું સુનુ રે પડ્યું
એના ટહુકા હવે નવ જડી રે રહ્યાં
કોયલ.....
સહીયરની આંખોમાં વેદનાની વાણી
સહીયરની આંખલડી કહેતી રે કહાની
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જોને રે વિજોગના વાદળાં ચડી રે રહ્યાં
કોયલ......
વાદલડીને કહેજો સૂરજને ઢાંકે
ઝાઝેરો તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડું હાંકજો રે ભાઇ
એને વાટ્યુંના કાંકરા નડી રે રહ્યાં
કોયલ......
0 પ્રત્યાઘાતો:
Post a Comment