બેની બાની આંખડીમાં નીંદર ભરી
આજે ગુજરાતના પ્રથમ પંક્તિના સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે. દર વર્ષે તેમની રચના અભ્યાસક્રમમાં અવશ્ય શામેલ હોય. તેમને અભિવ્યક્તિ તરફથી ખુબ ખુબ શ્રધ્ધાંજલી. આમે તેમનું એક સુંદર હાલરડું માણીયે.
ગીત - ઝવેરચંદ મેઘાણી
સ્વર - નિરૂપમા શેઠ
નીંદર ભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડીમાં નીંદર ભરી
નીંદરને દેશ બેની નીત્ય નીત્ય જાતાં,
આકાશી હીંચકાની હોડી કરી
બેની બાની આંખડીંઆં નીંદર ભરી
નીંદર બેથી છે નીલ સમદરના બેટમાં
કેસરીયા દૂધના કતોરા ધરી
બેની બાની આંખડિમાં નિંદર ભરી
નીંદરનો બાગ કાંઇ લુંબે ને ચુંબે,
ઘડીયોની તાળીને કચોળી ભરી
બેની બાની આંખડિમાં નિંદર ભરી
સીંચાય તેલ મારી બેનીને માથડૅ
નાવડૅ કરાવે ચાર દરિયા ફરે
બેની બાની આંખડિમાં નિંદર ભરી
0 પ્રત્યાઘાતો:
Post a Comment