Monday, 15 March 2010

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે - અવિનાશ વ્યાસ

મેં જ્યારે પહેલી વખત આ ગીત સાંભળીયું ત્યારે તેનો અર્થ હું સહેજપણ ન સમજી શક્યો. પછી ટીવી પર આ ગીત મેં એક શોકસભામાં સાંભળ્યું ત્યારે ફક્ત એટલું સમજી શક્યો કે આ ગીતનો અર્થ બહુ ઉંડો છે. પણ કે ટલો ઉંડો તે હજી પણ હુ સમજી શક્યો નથી. જો આપમાંથી કોઇ આ ગીતની સમજૂતી આપી શકે તેમ હોય તો ઘણું સારું.


આ ગીતને જ્યારે મે પ્રકાશીત કર્યુ ત્યારે મને તેનો મતલબ સમજાતો નહતો. અને આથી આપ સહુ પાસેથી તેણી સમજ માંગી હતી.

તેના જવાબમા શી સેજલ શાહે ખુબ જ સુંદર શબ્દોમા તેની સમજ આપી છે. તેને હું રજુ કરુ છુ. અને હા, આપનો ખુબ ખુબ આભાર સેજલ.

" હું જ્યા સુધી સમજુ છું ત્યાં સુધી આ તત્ત્વજ્ઞાનયુક્ત ગીત છે. પંખી એટલે આત્મા અને પીંજરૂં એટલે માનવશરીર.

કવિ કહે છે કે મોક્ષની શોધમાં આત્મા આ શરીર ત્યજી દેવા માંગે છે.પણ શરીર સાથે જોડાયેલા હોવાને કારણે તેને આ માનવદેહ ત્યજતાં રોકે છે.

આત્માને 'સોને મઢેલ બાજઠીયો','સોને મઢેલ ઝૂલો' અને 'હીરે મઢેલ વીંઝણો મોતી'નો વગેરેની લાલચ આપી રોકવાનો પ્રયત્ન કરે છે.પણ કાંઇ અસર થતી નથી.

આ ગીતના અંતમા આવતા શબ્દો બહુ જ હ્રદય સ્પર્શી છે.' આ શરીર તો ભાડાનુ મકાન છે. એને તો એક દિવસ છોડવાનુ જ છે."

સરસ સમજ આપી સેજલ. અને હા મને આ ગીતના કવિનુ નામ જાણવાની પણ ઇચ્છા છે, જો કોઇને માલુમ હોય તો. આ ગીતની રચના પરથી તો લાગે છે કે તે બહુ જૂનું નહીં હોય. તો કોઇને કવિ વિશે જાણ હોય તો જરૂર જણાવજો.

કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર- મુકેશ
સ્વર - મનહર ઉધાસ
સ્વર - શૈલેશ રાજા
(આભાર- શિવકિન્નર ભજન મંડળી, લેઇસ્ટર, ઇંગ્લૅન્ડ)


માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
શાને કાજે મારો તું સથવારો ત્યાગે રે
ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને ઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે

પણ પંખી વાણી ઊચરે કે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે

4 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP