ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન : કવિ ન્હાનાલલ

આજનું કાવ્ય એ કવિ નાન્હાલાલનાં એક નાટકમાંથી લીધેલ છે. પ્રેમરૂપી અમૃત હથેળીમા તો કેવી રીતે ઝીલાય.આ ગીતની વિસ્તૃત સમજ હું મેળવાનો પ્રયત્ન કરુ છું. તે મળતા જ હું જણાવીશ.
સ્વર - ફાલ્ગુની શેઠ
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ફૂલડાં કટોરી ગુંથી લાવું, જગમાલણીબેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
અંજલીમાં ચાર ચાર ચારણી રે બેન
અંજલીએ છુંદણાંના ડાઘ,જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ઝીલુ નહીં તો ઝરી જતું રે બેન,
ઝીલું તો ઝરે રસધાર, જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ફૂંલડામા દેવની હથેળીયો રે બેન,
દેવની કટોરી દુંથી લાવું, જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
0 પ્રત્યાઘાતો:
Post a Comment