બાઇ અમે પકડી આંબલીયાની ડાળ રે - મીરાંબાઇ
મીરાંબાઇ
સ્વર - કરસન સાગઠિયા
સંગીત - ???
બાઇ અમે પકડી આંબલીયાની ડાળ રે
જંગલ માંહી એકલી હોજી
ઓતર-દખ્ખણથી ચડી એક વાદળી રે
વરસ્યા બારે મેઘ રે,
બીજાને મારી આંખડી હોજી
નદી રે કિનારે બેઠો એક બગલો રે
હંસલો જાણી કીધી પ્રીત રે
મુંઢામા ઝાલી માછલી હોજી
ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી
બાઇ, મારો શામળીયો ભરથાર રે
બીજાને મારી ચુંદડી હોજી
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
મારો પિયુડો ગયો છે પરદેશ
ફરૂકે મારી આંખડી હોજી
સ્વર - કરસન સાગઠિયા
સંગીત - ???
બાઇ અમે પકડી આંબલીયાની ડાળ રે
જંગલ માંહી એકલી હોજી
ઓતર-દખ્ખણથી ચડી એક વાદળી રે
વરસ્યા બારે મેઘ રે,
બીજાને મારી આંખડી હોજી
નદી રે કિનારે બેઠો એક બગલો રે
હંસલો જાણી કીધી પ્રીત રે
મુંઢામા ઝાલી માછલી હોજી
ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી
બાઇ, મારો શામળીયો ભરથાર રે
બીજાને મારી ચુંદડી હોજી
મારો પિયુડો ગયો છે પરદેશ
ફરૂકે મારી આંખડી હોજી
0 પ્રત્યાઘાતો:
Post a Comment