દરેક સમાજ સાથે કોઇકને કોઇક રિવાજ સંકળાયેલા હોય છે. આ રિવાજો સમાજની ઓળખ સમાન છે. પણ જ્યારે આ રિવાજો જડ બની અમાનુષ બને છે ત્યારે તે સમાજની પ્રગતીને રૂંધી નાખે છે.
આવો જ કુરિવાજ છે, મૃત્યુ પછી કરવામાં આવતા કારજનો. મૃત્યુ બાદ દસમા, બારમાં, તેરમાંની વિધી કરવાન, બ્રાહ્મણોને જમાડવાના, આખી નાત જમાડવી, પંડીતોને મસમોટાં (ફરજીયાતપણે) દાન કરવાના જંગલી રિવાજે ઘણાંની કમર તોડી નાખી છે. આ કુરિવાજ કેટલાક વર્ગ માટે આજીવિકાનો સ્ત્રોત બની ગયો છે. આથી જ તેને એનકેનપ્રકારે જુદા જુદા તાગડા કરી પ્રસાર કરાય છે. મને તો આ રિવાજ પ્રત્યે ઘૃણા છે, આથી જ મેં કોઇના પણ કારજવિધિમા નહીં જમવાનુ એવું નક્કી કર્યું છે.
જો કે છેલ્લા કેટલાંક સમયમા તેની સામે જાગૃતિ વધી છે ખરી. પહેલા તો મૃતકના કુટુંબના બધા પુરુષસભ્યોએ ફરજીયાત મુંડન કરાવવુ પડે. આજે તે મહદાંશે મરજીયાત બન્યું હે. કેટલાક તો મૂંછ મૂંડાવીને પણ ચલાવી લે છે.
ઉપરાંત વર્ષો પહેલા દસમા, બારમા, તેરમાની લાંબી લાંબી વિધી ચાલતી, તે હવે એક જ દિવસ પૂરતી મર્યાદિત થઇ ગઇ છે. એક જ દિવસે બધુ પતાવી દેવામાં આવે છે. નાત જમાડવાની ઘટનાંતો ભૂતકાળ બની ગઇ છે. નજીકના સભ્યો અને આડોશી પાડોશીને જ ભેગાં કરી જમાડ્વામાં આવે હે. ગોરમહારાજ ને આપવી પડતી ભેટોનું પ્રમાણ પણ ઘટ્યું છે, અને તે મરજીયાત બની છે. કેટલાંક લોકો તો મૃત્યુ પછી આવી વિધિ કરવાના ઝંઝટમાં પણ નથી પડતાં, તે આવકારદાયક છે.
આપણા આ અવિશ્રાંત અને fast જીવને આપણને ઘણી મુશ્કેલીઓમા મુકી દિધા છે. પણ સાથે આવા કુરિવાજોને નાબુદ કરવામાં પણ તે મદદરૂપ થયાં છે.
હું સર્વે વાચકોને એક વિનંતી કરવા ઇચ્છુ કે આપ પણ પોતાની જાતને આવા કુરિવાજોને ઉત્તેજન આપવાથી દૂર રાખો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment