આજે મને સેમીનાર પર લખવાની ઇચ્છા થઇ છે. એમા બન્યું છે એવું કે અમારી ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ અને ઉપપ્રમુખ આજે અમદાવાઅદની મુકાલાકાક્તે છે. આ માટે અમને SMS કરવામાં આવ્યો કે, 'વિદ્યાર્થીઓને પ્રમુખ સાથે સંવાદ સાધવાની અદભૂત તક. વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળશે.' (ભાઇ, આવું બધું લખવું પડે. નહીતર ઑડીયન્સ ના બેગું થાય અને પ્રમુખ સાહેબને ખુટું લાગી જાય.) જોકે અમારા સેંઇનારની એક ખાસિય છે. લોકો ક્યાં વિશે સેમીનાર છે, તે વિષયની ચિંતા કરવાને બદલે લંચ કે બ્રેકફાસ્ટ કેવો હશે તે પહેલા જુએ છે. બીજી એક ખાનગી વાત.(તમારા અને મારા વચ્ચે જ રાખવી.) સેમીનારમાં ભૂતીયા મેમ્બર પણ હોય છે. ના ના, મરીને ભૂત થનાર CAની વાત નથી કરતો. આ તો મીટીંગમા સહીથી હાજર હોય અને શારિરીક રીતે ગેરહાજર હોય તેવાં મેમ્બરની વાત છે. કેટલાંક CA તો બહુ જ સારા હોઅય છે. પોતાનાં articleને member બતાવી પોતાના નામે સેમીનારમાં મોકલે છે. Articleને જ્ઞાન મળે તવાં 'શુભ' હેતુથી.(અને પોતાના CPE કલાક ગણાઇ જાય.) જો જો વાત બહાર જાય ના.
0 પ્રત્યાઘાતો:
Post a Comment