લ્યો કાલે અમારાં ઇન્સટિટ્યુટમાં થતાં સેમીનારની પોલંપોલની વાત કરી ત્યાં આજે સવારે જ સમાચાર વાંચ્યાં કે હવે સેમીનારમા મૅમ્બરસની હાજરી લેવા માટે બાયોમૅટ્રિક્સ ટૅક્નોલૉજીનો ઉપયોગ થશે અને ટૂંક સમયમા ચાલુ થશે. (એટલે ફરી અમારા વિદ્યાર્થીઓના પૈસાનો વ્યય. મૅમ્બર સીધાં ન ચાલે એટલે અમારા વિદ્યાર્થીઓના પૈસા વાપરી ખાવાના. તમને ખબર છે, ત્રણ વર્ષમા ફી કેટલી બધી વધારી દીધી છે.)
જો કે મજાની વાત તો એ છે કે, ઇન્સ્ટીટ્યુટે આ જાહેરાત કરવી પડી એનો મતલબ એ કે સેમીનારમા ભૂતિયા સબ્યો આવે છે. અને બીજી મનોમંથન કરવાની વાત એ છે કે, મેમ્બર્સની ગેરહાજરીનુ કારણ શોધી તેને દૂર કરવાની જરૂર છે. તેના ઘણાં સેમીનાર તદ્દન બકવાસ હોય છે.(આજની ભાષામાં હથોડાછાપ.). આ સેમીનારને થોડા અર્થસભર બનાવે તો બધા સામેથી આવે. પણ કોણ સાંભળે? કહેવા ખાતર ભઇ બાયોમૅટ્રિક્સ વાપરો, પણ મને અમારી CA પ્રજા પર ખાતરી છે. કોઇને કોઇ છીંડુ શોધી જ કાઢશે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment