આજે બ્લોગ પર કેટલાક મહત્વના ફેરફાર કરવામા આવ્યા છે. એક તો બ્લોગના વાચકોની ફરિયાદ હતી કે બ્લોગ પર comment આપી શકાતી નથી. તો લો હવે આપ છૂટથી આપના પ્રતિભાવો આપી શકશો.
બીજી એક ફરિયાદ પણ હું દૂર કરું છુ અને એ છે બ્લોગ પર વાચકો ગુજરાતીમા લખી શકતા ન હતા. હવે બ્લોગના ડાબા ખૂણામા સહુથી ઉપર 'ગુજરાતીમા લખો'નો વિકલ્પ મુકેલ છે. જેના પર ક્લિક કરવાથી' પ્રમુખ ગુજરાતી ટાઇપ પૅડ' ખુલશે. ત્યાંના ભાષાના વિકલ્પો પૈકી ગુજરાતી ભાષા પસંદ કરવાથી આપ ગુજરાતીમા લખી શકશો. ત્યાં આપ ગુજરાતી key board પણ જોઇ શકશો આથી ટાઇપ કરવામા સરળતા રહેશે.
આ સિવાય પણ જો ફરિયાદ હોય તો મને જરૂર જણાવજો.
આજે ગુજરાત સાહિત્ય પરિષદમા ગયો હતો. ત્યાંના ગ્રંથાલયના સૂચનાપત્ર પર 'આંબડકર જયંતી'ના કાર્યક્રમની વિગત જોઇ. Net ઉપર મને Gujarat Word પર મને આજ માહિતી વાંચવા મળિ જે આપની સમક્ષ મૂકૂ છું.
‘દિલના દરવાજે દસ્તક’ - આ નામ છે ડો.આંબેડકરનાં આત્મકથનાત્મક સંભારણાંના ગુજરાતી અનુવાદનું. અત્યાર લગી ગુજરાતીમાં ભાગ્યે જ અથવા છૂટાંછવાયાં વાંચવા મળતા લખાણો પહેલી વાર બે પૂંઠા વચ્ચે આવી રહ્યાં છે. એ લખાણોમાં ડો.આંબેડકરના ઘડતરકાળની ઘણી ઓછી જાણીતી વાતો તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. જેમ કે, તેમની અટક કેવી રીતે પડી, તેમના ઘડતરમાં પિતાનો કેવો અને કેટલો ફાળો છે, શિક્ષકોના અવનવા અનુભવો, આભડછેટના અનુભવો...
અંગત રીતે પણ આ પુસ્તકનું ખાસ મહત્ત્વ છેઃ આ પુસ્તક (૮૦ પાનાંની, પરિચય પુસ્તિકાથી નાના કદની પુસ્તિકા) પરમ મિત્ર ચંદુ મહેરિયાના ‘દલિત અધિકાર પ્રકાશન’નું પહેલું પુસ્તક છે. તેના માટે ડો.આંબેડકરનાં અંગ્રેજી-હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઇએ અને મેં કર્યો છે.
રવિવાર, તા.૧૧-૪-૧૦, સાંજે સાડા ૫:૩૦ વાગ્યે, સાહિત્ય પરિષદમાં આ પુસ્તકનો વિમોચન સમારંભ છે. તેમાં સૌને પ્રેમભર્યું નિમંત્રણ.
પુસ્તકનું વિમોચન સંવેદનશીલ દલિત લેખક પ્રવીણ ગઢવી કરશે. સફાઇ કર્મચારી આયોગનાં સભ્ય કમળાબહેન ગુર્જર સમારંભનાં અઘ્યક્ષ છે.
વક્તાઓ: પ્રકાશ ન. શાહ (તંત્રી, નિરીક્ષક), ઇન્દુકુમાર જાની (તંત્રીઃ નયા માર્ગ), રજની દવે (તંત્રીઃ ભૂમિપુત્ર), રાજેન્દ્ર પટેલ ( સચિવ, સાહિત્ય પરિષદ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment