Monday 22 March 2010

ઘણ ઉઠાવ : સુંદરમ


કવિ સુંદરમની આજે ૧૦૨મી વર્ષગાંઠ છે. અભિવ્યક્તિ તરફથી તેમેને ખુબ ખુબ શુભેચ્છા. તેમની આ પ્રેરણાદાયી રચના માણીયે.
ઘણુંક  ઘણું  ભાંગવું,  ઘણ  ઉઠાવ,  મારી  ભુજા  !
ઘણુંક  ઘણું  તોડવું,  તું  ફટકાર  ઘા,  ઓ  ભુજા  !
અનંત  થર  માનવી  હ્રદય  –  ચિત્ત  –  કાર્યે  ચઢ્યા
જડત્વ  યુગ  જીર્ણના,  તું  ધધડાવી  દે  ઘાવ  ત્યાં.
ધરા  ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો
ભયાનક  ઉછાળ  છો,  જગત  જાવ  ડૂલી  ભલે,
પછાડ  ઘણ,  ઓ  ભુજા  !  ધમધમાવ  સૃષ્ટિ  બધી  !
અહો  યુગયુગાદિનાં  પડ  પરે  પડો  જે  ચઢ્યાં
લગાવ,  ઘણ  !  ઘા,  ત્રુટો  તડતડાટ  પાતાળ  સૌ,
ધરાઉર  દટાઇ  મૂર્છિત  પ્રચંડ  જ્વાલાવલી
બહિર્ગત  બની  રહો  વિલસી  રૌદ્ર  કૃત્કારથી.
         તોડીફોડી  પુરાણું,
         તાવી  તાવી  તૂટેલું.
ટીપી  ટીપી  બધું  તે  અવલનવલ  ત્યાં  અર્પવા  ઘાટ  એને
ઝીંકી  રહે  ઘા,  ભુજા  ઓ,  લઇ  ઘણ,  જગને  ઘા  થકી  ઘાટ  દેને

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP