રામ જોવા હાલી રે - લોકગીત
રામ જોવા હાલી રે,જીવણ જોવા હાલી,
મારી ઓછી ઉમરમા
હે... સસરો આણો આવ્યા મારી ઓછી ઉમરમા
સસરા ભેળી નહીં જાવ ઘેરે, સાસુજી છે ભૂંડી
મુને નઇ મૂકે ... ઓછી ઉમરમા
હે... જેઠ આણો આવ્યા મારી ઓછી ઉમરમા
જેઠ ભેળી નહીં જાવ ઘેરે, જેઠાણી છે ભૂંડી
મુને પાણીડા ભરાવે ઓછી ઉમરમા
હે... દે'ર આણો આવ્યા મારી ઓછી ઉમરમા
દે'ર ભેળી નહીં જાવ ઘેરે, મારી દેરાણીની જોડ્યું
મુને વાસીદા વળાવે ઓછી ઉમરમા
હે... પરણ્યો આણે આવ્યા મારી પૂરી ઉમરમા
તરત તેલ નાખ્યા, તરત માથા ગુંથ્યા હોય
તરત બચકાં બાંધ્યા ઉઠી તરત મોર થીયા
માતી પૂરી ઉમરમા
0 પ્રત્યાઘાતો:
Post a Comment