મહેમાનોને સંબોધન : કવિ કાન્ત
એક વાર કવિ કાન્તના ઘેર કવિ નાન્હાલાલ મહેમાન બનીને પધાર્યા. કેવો દિવ્ય અવસર હશે આ બંને સાક્ષરોના મિલનનો. કવિ કાન્તે કવિ નાન્હાલાલની ઉત્તમપણે ચાકરી કરી. કવિ નાન્હાલાલની વિદાય બાદ તેમણે આ કાવ્યની રચના કરી. તેઓ કવિ નાન્હાલાલને પોતાની આગતા-સ્વાગતામાં કોઇ ઉણપ રહી ગઇ હોય તો ઉદાર મને માફ કરવા વિનવે છે. ઉપરાંત મહેમાનોને ફરી પધારવા ઇજન આપે છે.
આ ઉનાળું વેકેશનમાં આપણા સહુના ઘેર કોઇને કોઇ મહેમાનો જરૂર પધાર્યા હશે. તો ચાલે તેમનાં માનમાં સાંભળિયે આ ગીત.
કવિ - મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
કાવ્યસંગ્રહ - પૂર્વાલાપ
મહેમાનો! ઓ વા'લા! પુનઃ પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો માફ હજારો પામર પાપ, જે
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય, જો!
મહેમાનો! ઓ વા'લા! પુનઃ પધારજો!
ઊતર્યા રંક ઘરે શો, પુણ્યપ્રભાવ જો!
શુશ્રૂષા સારી ના અમને આવડીઃ
લેશ ન લીધો લલિત ઉરનો લા'વ જો!
0 પ્રત્યાઘાતો:
Post a Comment