તારા લાલ લાલ ગાલ પર : અવિનાશ વ્યાસ
તારા લાલ લાલ ગાલ પર એક બિંદુ ઝાકળનું પડે,
જા જા મારા વ્હાલાં તારું ચિત્ત ચકડોળે ચડ્યું.
સમજી બેઠું લાલ અધરને ગુલાબ કેરું ફૂલ,
આંખડીને ફૂલપાંખડી સમજી કરી દેઠું ભૂલ
તારા રૂપને મહેંકે મહેકતું એક ફૂલડું એને જડ્યું
જા જા મારા વ્હાલાં તારું ચિત્ત ચકડોળે ચડ્યું.
આ સૂરજ સુખડનો ટુકડો હો રસિયા આકાશ
તુ ચંદન જેવો રૂપાળો, યજુનંદન રાધા પાસ
વ્હાલા, તારાં મોરમુકુટનું પીંછું ગાલે અડ્યું
અમથું તું સમજી બેઠો કે ઝાકળ ગાલે પડ્યું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment