Sunday 19 February 2012

બેડાં મારાં નંદવાણા રે - લોકગીત

દોઢ વર્ષ પહેલા મુકેલ આ લોકગીત ફરી એક નવા સ્વરમાં.


લોકગીત
સંગીત - અવિનાશ વ્યાસ
ફિલમ - ભાદર તારા વહેતાં પાણી

સ્વર - દિપાલી સોમૈયા




સ્વર - સુમન કલ્યાણપુરી



પાણી ગ્યાતાં રે  બેની    અમે    તળાવના  રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારા નંદવાણારે


ચોરે બેઠાં રે બેની તારા સસરાજી,
કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુઘટારે
રૂમઝુમ કરતી જઇશ કે બેડાં મારાં નંદવાણા રે


શેરીએ બેઠાં રે બેની તારા જેઠજી,
કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુઘટારે
ધમધમ કરતી જઇશ કે બેડાં મારાં નંદવાણા રે

ઓસરીએ બેઠાં રે બેની તારા સાસુજી,
કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુઘટારે
હળવે હળવે જઇશ કે બેડાં મારાં નંદવાણા રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્જીયાજી,
કેમ કરી ઘરમાં જઇશ કે બેડાં તારાં નંદવાણા રે
આઘા રાખીશ રે બેની મારાં ઘુંમટા રે
મલકી મલકી કરતી જઇશ કે બેડાં મારાં નંદવાણા રે




0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP