જય જય મહારાણી યમુના - હરિદાસ
કવિ - હરિદાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ.
જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના,
સુંદર સતવાદી નાર, તપ કરીને પ્રભુને આરધ્યા,
પ્રીતે પરણ્યા મોરાર.
સૂરજ દેવતાની દીકરી વેદપુરાણે વખાણ,
ભાઇને વ્હાલી રે બહેનડી પસલી આપી છે ખાણ.
રૂપે રૂડાં જળ શામળા વેગે ચાલે ગંભીર
તીરે તો રંગ ઓપતા વ્રજ વધ્યો વિસ્તાર.
ચરણા ચોળીને ચૂંદડી ઉર પરલટકંતા હાર
કંકણ કુંડળને તિલડી સજ્યા માએ સોળ શણગાર.
વૃંદાવન વીંટાઇ રહ્યું મથુરા જળસ્થળા આધાર,
ગોકુળમાં વન પાસે વસ્યો, વ્હાલો મારો નંદકુમાર.
જળ જમુનાના ઝીલતા તૂટ્યા આ નવસર હાર,
મોતિ સર્વે વેરાયા, હીરલો લાગ્યો છે હાર.
રમઘટ, શતઘટ, ઠકરાણીઘટ, બીજા ઘાટ અપાર
અજાણે અધર્મી નાહી ગયો, તેનો માએ કર્યો ઉદ્ધાર.
અઠ્ઠાવીસ કૂંડ ઉજ્જવળ થયા ભયને ભાંગ્યો ભણકાર
પરક્રમે જેણે ચલાવ્યા, વ્રજમાં કીધો વિસ્તાર.
નાયગાયપાન જે કરે તેને જમનો નહી ભણકાર,
કર જોડી કહે હરિદાસ, ન્હાજો વારંવાર

0 પ્રત્યાઘાતો:
Post a Comment