કે કાગળ હરિ લખે તો - રમેશ પારેખ
કવિ - રમેશ પારેખ
સ્વર,સંગીત - આસિત દેસાઇ
કે કાગળ હરિ લખે તો બને-
અવર લખે તો એકે અક્ષર નથી ઉકલતાં મને.
મોરપીંછનો જેનાં પર પડછાયો ના પડીયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબિડિયું શું ખોલું જેની વાટ ન હોય આંખને...
મીંરા કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીંરા કને...

1 પ્રત્યાઘાતો:
sundar geet written by Rameshbhai..
Post a Comment