Tuesday 22 June 2010

ગાયત્રી ચાલીસા - સ્તુતિ



આજે જ્યેષ્ઠ માસમી એકાદશીનો પાવનદિન. આ દિન ગાયત્રી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને માણીયે ગાયત્રી ચાલીસા.
જો કે ગાયત્રી ચાલીસાનો પાઠ કરતાં પહેલાં 'ઋષિચિંતનના સાંનિધ્યમાં' પર આપેલો ગાયત્રી ચાલીસાનો મહિમાં વાંચીયે.

ગાયત્રી દિવ્ય શક્તિઓનો એક મોટો ખજાનો છે, એમાં કેટલીએ શક્તિઓ સમાયેલી છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. પ્રાચિન ઋષિ-મુનિઓએ પોત-પોતાના સાધનાત્મક અનુભવોના આધારે એનો મહિમા ગાયો છે.

ગાયત્રીની વિભિન્ન શક્તિઓ અને એની ઉપાસનાથી મળતાં લાભના વિષયમાં દરેક ઉપાસકે જાણવું જોઈએ. દરેક શિક્ષિત-અભણ પરિજન માતા ગાયત્રીનું માહાત્મય સમજી જાણી શકે એ માટે આપણાં પ.પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી ચાલીસાનું સર્જન કર્યું છે. ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ગાયત્રીની શક્તિઓમાં શી શી વિશેષતાઓ રહેલી છે તેનો આપણને ખ્યાલ આવતો જાય છે. જે રીતે આપણે કોઈ ઔષધિના ગુણ ધર્મ જાણ્યાં પછી જ એનો લાભ ઉઠાવી શકીએ છીએ. એ રીતે માતા ગાયત્રીનો મહિમા અને એની શક્તિઓ તથા એનું મહત્વ નહિ સમજીએ ત્યાં સુધી આપણે એનો લાભ લઈ શકીશું નહિ.

ગાયત્રીમાં કેવી કેવી શક્તિઓ છે અને એની પ્રાપ્તિ દ્વારા આપણે કયા કયા લાભ મેળવી શકીએ એ અંગેનો ગાયત્રી ચાલિસા ભાવાર્થ સાથે અહીંથી મળશે. એનો દરરોજ પાઠ કરવાથી ગાયત્રીની મર્યાદા, પ્રકૃતિ, તેની શક્તિઓ વગેરેની પૂર્ણ જાણકારી મળે છે. આ ગાયત્રી ઉપાસનાનું પહેલું પગથીયું છે. સાચું જ છે કે કોઈ વસ્તુની વિશેષતા જાણ્યા પછી જ એ તરફ આપણું લક્ષ દોરાય છે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી આપણને એ વાત બરાબર સમજાઈ જાય છે કે ગાયત્રી વેદમાતા છે, જગતની માતા છે, દેવોની માતા છે. આમ થવાથી આપણી શ્રદ્ધા ભક્તિ પ્રગટે છે અને દ્રઢ બને છે.

જેને પારસમણિના ગુણોનો ખ્યાલ હોય છે તે જ વ્યક્તિ તેની શોધ કરે છે, તેને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મળી ગયા પછી તેને સાચવે છે અને એનો ઉપયોગ કરીને ઈચ્છિત લાભ મેળવે છે. પરંતુ જેને પારસમણિના ગુણોનો ખ્યાલ જ ન હોય તેને મનતો તે એક સામાન્ય પથ્થરના ટૂકડા જેવો જ લાગે છે અને હાથમાં આવેલ હોવા છતાં પણ અજ્ઞાનપણાના કારણે પારસમણિથી લાભ ઉઠાવી શકાતો નથી.

આથી જ સમસ્ત ગાયત્રી ઉપાસકોને ગાયત્રી ચાલિસા નો પાઠ્જ શ્રદ્ધાપૂર્વક કરવાનું કહેવામાં આવે છે. આવો ! આપણે પણ‘ગાયત્રી ચાલિસા” નો શ્રદ્ધાપૂર્વક કરીએ અને એમાં વર્ણવામાં આવેલ મહિમાનું ગુનગાન કરતાં કરતા તેના સ્વરૂપો જોતાં જોતાં માતા ગાયત્રીનો કૃપા પ્રસાદ ગ્રહન કરીએ.

સ્વર - ???
સંગીત - ???



દોહા
હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ.
શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ.

જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ.
પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ.

ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની,ગાયત્રી નિત કલિમલ દહની.
 અક્ષર ચોબીસ પરમ પુનિતા,ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા.

શાશ્વત સતોગુણી સતરૂપા,સત્ય સનાતન સુધા અનુપા
હંસારૂઢ શ્વેતાંબર ધારી,સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી

પુસ્તક પુષ્પ કમંડલ માલા,શુભ્રવર્ણ તનુ નયન વિશાલા
ધ્યાન ધરત પુલકિત હિય હોઈ,સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ

કામધેનું તુમ સુર તરૂ છાયા,નિરાકારકી અદભુત માયા
તુમ્હારી શરણ ગહૈ જો કોઈ,તરૈ સકલ સંકટ સો સોઈ

સરસ્વતી લક્ષ્મી તુમ કાલી,દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી
તુમ્હારી મહિમા પાર ન પાવૈ,જો શારદ સતમુખ ગુણ ગાવૈ

ચાર વેદ કી માતુ પુનિતા,તુમ બ્રહ્માણી ગૌરી સીતા
મહામંત્રે જીતને જગ માહી,કોઉ ગાયત્રી સમ નાહિ

 સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે,આલસ પાપ અવિદ્યા નાસૈ
સૃષ્ટિ બીજ જગ જનની ભવાની,કાલરાત્રિ વરદા કલ્યાણી

 બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે,તુમસો પાવૈ સુરતા તેતે 
તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે,જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે

મહિમા અપરંપાર તુમ્હારી,જય જય જય ત્રિપદા ભય હારી
પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના,તુમ સબ અધિક ન જગ મે આના

તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા,તુમ્હી પાય કુછ રહિ ન કલેશા
જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ,પારસ પરસિ કુધાતુ સુહાઈ

તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ,માતા તુમ સબ ઠૌર સમાઈ
ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે,સન ગતિવાન તુમ્હારી પ્રેરે

સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા,પાલક, પોષક, નાશક ત્રાતા
માતેશ્વરી દયા વ્રત ધારી,તુમ સન તરે પાતકી ભારી

 જાપાર કૃપા તુમ્હારી હોઈ,તાપાર કૃપા કરે સબ કોઈ
મંદ બુધ્ધિ તે બુદ્ધિ બલ પાવૈ,રોગી રોગ રહિત હો જાવે

દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા,નાશૈ દુ:ખ હરૈ ભવ ભીરા
ગ્રહ ક્લેશ ચિત ચિંતા ભારી,નાસૈ ગાયત્રી ભય હારી

સંતતિ હીન સુસંતતિ પાવૈ,સુખ સંપત્તિ યુત મૌદ મનાવે
ભૂત પિશાચ સબ ભય ખાવૈ,યમ કે દૂત નિકટ નહિ આવે

જો સવધા સુમિરે ચિત લાઈ,અછત સુહાગ સદા સુખદાઈ
ઘર વર સુખપ્રદ લહૈ કુમારી,વિધવા રહે સત્ય સત્ય વ્રત ધારી

જ્યતિ જ્યતિ જગદંબા ભવાની,તુમ સબ ઔર દયાલુ ન દાની
જો સદગુરૂ સો દિક્ષા પાવૈ,સો સાધન કો સફલ બનાવે

 સુમિરન કરે સુરૂચિ બડભાગી ,લહૈ મનોરથ ગૃહી વિરાગી
અષ્ટ સિધ્ધિ નવ નિધિ કી દાતા,સબ સમર્થ ગાયત્રી માતા

ઋષિ, મુનિ, યતિ, તપસ્વી, યોગી,આરત, અર્થી, ચિતિંત ભોગી
જો જો શરણ તુમ્હારી આવૈ,સો સો મન વાંછિત ફલ પાવૈ

બલ, બુધ્ધિ, વિદ્યા, શીલ, સ્વભાઉ,ધન, વૈભવ, યશ તેજ ઉછાઉ
સકલ બઢૈ ઉપજે સુખ નાના,જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના.

યહ ચાલિસા ભક્તિયુત પાઠ કરૈ જો કોય,
તાપાર કૃપા પ્રસન્નતા, ગાયત્રી કી હોય

1 પ્રત્યાઘાતો:

ડૉ. મહેશ રાવલ Thursday, June 24, 2010 2:32:00 am  

કૃતેશભાઈ,
ગાયત્રી ચાલીસા સરસરીતે સાંભળી શકાઈ.
એ સિવાય પણ તમે અનુક્રમણિકામાં આપેલ ઘણું સાંભળ્યું.
ખરેખર તમારૂં કલેક્શન ખૂબજ સરસ છે.
-અભિનંદન.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP