નહીં મેલું રે તારાં ફળિયામાં પગ - અવિનાશ વ્યાસ
ફિલ્મ - ચુંદડીનો રંગ
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
ગોરી રે, ગોરી રે,
મનગમતાંને આવો ન છળિયે.
હવે જોવું, કેવી આવે તું મારે ફળિયે
મનડું દીધું, મનડું લીધું (૨)
હવે લઇ જા તારું મનડું તારી ભેળું, તારી ભેળું
નહીં, નહીં, નહીં
નહીં મેલું રે, તારાં ફળિયામાં પગ નહીં મેલું રે,
છોને લાગ્યું છબિલા મને તારું ઘેલું
નહીં મેલું રે, તારાં ફળિયામાં પગ નહીં મેલું રે,
લાખ ફરતો મનને છોને, દોડે તારી વાંહે (?)
આજ સખી હું તો નહીં આવું તારી પાંહે
તને ગમતું નહીં પહેરું કવન મોર ચિતરેલું
નહીં મેલું રે, તારાં ફળિયામાં પગ નહીં મેલું રે,
હુંય નહીં પહેરું તને ગમતી પાઘલડી
હુંયે નહીં છેડું તને ગમતી વાંસલડી
નહીં રાખું મારી મોજડીનું ફૂમતું રંગીલું

ગોરી રે,
મનગમતાંને આવો ન છળિયે.
હવે જોવું, કેવી આવે તું મારે ફળિયે
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચસકો,
જાણું છું કંઠ તારો સાકરનો કટકો
છોને રૂપ હોય તારું અલબેડલું, અલબેડલું
નહીં મેલું રે, તારાં ફળિયામાં પગ નહીં મેલું રે,
0 પ્રત્યાઘાતો:
Post a Comment