દુનિયાની અજાયબીઓ - સ્નેહરશ્મિ
બાળગીત
કવિ - સ્નેહરશ્મિ
દુનિયા આખીમાં મારે છે, ઘણું ઘણું જોવાનું,
અહીંયા બેસી રે'તા મારે, શું શું નહિ ખોવાનું ?
ધરતીનો છેડો ક્યાંને, સૂરજ આવે છે ક્યાંથી?
કોયલ કાળી, પોપટ લીલો, બગલો ધોળો શાથી?
શિયાળૉ ઠંડો છે શાથી?, ગરમી કેમ ઉનાળે?
ચોમાસામાં ગાજવીજ શેં?, નણખો શાથી બળે?
ચારે પગે પશુ કેમ ચાલે?, પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને, દીધી કોણે આંખો?

0 પ્રત્યાઘાતો:
Post a Comment