એક નવું આકાશ આંબવા - ચિરાગ ત્રિપાઠી
આજે 'બૅટરહાફ' મુવીના ગીતોની સીડી હાથમાં આવી ગઇ. આ મુવી વિશે બહુ ચર્ચા સાંભળી છે કે જોવા જેવું પિક્ચર છે. પણ પિક્ચર જોવાં ત્રણ કલાકનો સમય ક્યારે મળશે તે અઘરો પ્રશ્ન છે. કાંઇ નહિ, પિક્ચર જોવાનો સમય મળે કે ન મળે તેનાં બધા ગીતો સાંભળી લીધા. ઘણા સમય બાદ ગુજરાતી ચલચિત્રમાં કર્ણપ્રિય સંગીત સાંભળ્યું. શાનનો અવાજ તો લાજવાબ છે જ. નિશિથ મહેતાનું સંગીત સરસ અને ચિરાગ ત્રિપાઠીના શબ્દોમાં આધુનિકતાનો સુંદર સુમેળ માણવા જેવો છે. મને આ ગીત બહુ ગમ્યું. તમે પણ માણો.
કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - શાન
સંગીત - નિશિથ મહેતા
સંગ સમયની યારી કરીયે,કંઇ વાત નવી ને ન્યારી કરીયે.
એક નવું આકાશ આંબવા ઊડવાની તૈયારી કરીયે.
વ્યર્થ વિવાદોના વાદળનો ખંખેરીને ભાર,
એક પાંખમાં સમજણ ભરીયે, બીજીમાં સ્વીકાર,
તાજા તાજા શ્વાસ ભરીને, ઝોળીમાં વિશ્વાસ ભરીને
એક નવું આકાશ આંબવા ઊડવાની તૈયારી કરીયે.
ક્લોઝ છે એની કેર કરીને થોડું કરીયે વેર,
મનની મનમાં શું રાખવી, પ્રોબ્લેમ કરીયે શેર
સ્વપ્નો પર સવારી કરીયે, મસ્તીને મજીયારી કરીયે.
એક નવું આકાશ આંબવા ઊડવાની તૈયારી કરીયે.
(અરે હા આ સીડીમાં Acknowledgementમાં તુષાર શુક્લનું પણ નામ છે. અને હું આ ફોટા માટે ઊર્વિશભાઇનો આભાર માની લઉ. 

1 પ્રત્યાઘાતો:
એક નવું આકાશ આંબવા ઊડવાની તૈયારી કરીયે......
ખુબ જ ગમ્યું. સૌને ધન્યવાદ..
Post a Comment