ડૉ. ભિમરાવ આંબેડકર
આજે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભિમરાવ આંબેડકરની જન્મજયંતી છે. 'અભિષેક' તરફથી તેમને સાચા હ્રદયથી શ્રધ્ધાંજલી. પ્રવર્તમાન સમયમા જે દેશસેવકના નામને વટાવી લેવાનો વેપલો ચાલે છે તેમા કમનસીબે આંબેડકરસાહેબનો પણ સમાવેશ થાય છે. વિશ્વની સહુથી મોટી લોકશાહીનુ બંધારણ ઘડવુ એ કંઇ નાની વાત નથી. પણ હાય રે દુર્ભાગ્ય! આપણા વામણા નેતાઓ એ આ મહાન નેતાનુ વ્યક્તિત્વ ફક્ત દલિતનેતા તરીકે સીમીત કરી દીધું. ત્યારબાદ બૌધવિચારધારાનો અંગીકાર કરી તેમણે બહુમતી હિન્દુસમાજની નારાજગી વહોરી લીધી. આ બધી બાબતને ભૂલીને જો એક તટસ્થ દ્રષ્ટિકોણથી જોઇ એ તો ભારતના એક અંતરીયાળ ગામાડાના આદીવાસી કુટુંબમા જન્મેલો એક બાળક દેશના સંવિધાનના ઘડવૈયો બની જાય આ યાત્રા કેટલી રોચક હોય. તો આ જે માણીયે બાબાસાહેબના જીવને રજુ કરતા કેટલાંક વિડિયો.
અને હા આજથી દરેક પૉસ્ટને કેટલીવાર જોવામા આવી છે, તેનુ counter પણ activate કર્યુ છે.ભાગ - ૧
ભાગ - ૨
2 પ્રત્યાઘાતો:
વહાલા કૃતેશભાઈ,
નતમસ્તક સલામ આપને.. ધન્યવાદ..
ફક્ત જય ભીમ.. ના સુત્રોચ્ચાર કરવાથી દલીત, આદીવાસી, અન્ય પછાતવર્ગની સ્થીતીમાં કોઈ ફેર પડવાનો નથી. આપણે મહામાનવ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે ચીધેલ માર્ગ ઉપર આપણે ચાલીને પ્રગતીના સોપાન સર કરીને આપણા મસીહાને સાચી શ્રદ્ધાંજલી અર્પીએ !!
ભાઈ શ્રી ક્રુતેશ આપના ખુબ ખુબ ધન્યવાદ, મે આપનુ આ ચિત્ર મારા બ્લોગ ઉપર ઉતાર્યુ છે, ભુ થતી હોય તો મને જણાવજો, ફરીથી ખુબ ખુબ ધન્યવાદ........
Post a Comment