પેલા વરસાદનો છાંટો મને વાગ્યો - અનિલ જોશી
કવિ - અનિલ જોશી
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ
પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો,
હું પાટો બંધાવા હાલી રે ...
વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થીયું ને
જીવને ચઢી ગઇ ખાલી રે...
સાસને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત....
રોજિંદી ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે ...
પિયુજી છાપરાંને બદલે આભ હોત
બંધાતી હોત હુંય વાદળી રે...
માણસ કરતાં જો હોય મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે ...
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ
પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો,
હું પાટો બંધાવા હાલી રે ...
વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થીયું ને
જીવને ચઢી ગઇ ખાલી રે...
સાસને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત....
રોજિંદી ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે ...
પિયુજી છાપરાંને બદલે આભ હોત
બંધાતી હોત હુંય વાદળી રે...
માણસ કરતાં જો હોય મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે ...
2 પ્રત્યાઘાતો:
અનિલભાઇનુ વરસાદી ગીત હેમાબેનના અવાજમા સાંભળવાની મઝા આવી ગઈ.
vaah.. maja aavi..
Post a Comment