ગુરુચરણની હું રજકણ - કાન્તિ-અશોક
આજે ગુરુપુર્ણિમાનો પવિત્ર દિવસ છે. આ ભજન સમર્પિત છે મારા સર્વ ગુરુઓને જેણે મારા જીવનનું ઘડતર કર્યું. તાના-રીરી ફિલ્મનું આ મનમોહક ગીત જરુર માણજો.
ફિલ્મ - તાનારીરી
કવિ - કાન્તિ-અશોક
સ્વર - મન્નાડે
સંગીત - મહેશ કુમાર
ગુરુચરણોની હું રજકણ છું, ગુરુચરણોની હું રજકણ છું,
ગુરુગોવિંદ વિના કોઇ બીજી કોઇ ઝીલેના છાયા એ દલદલ છું
ચાલું હું તમને સથવારે, બાંધેલી લયના અણસારે,
તાલ ચૂકીને તૂટી પડેલું, ગીત-ગંગાનું હું આભુષણ છું.
જ્યોતિ ધરું જલું અંધારે, અજવાળે અટવાવું મારે,
તેજ-તિમીરનાં તાણેવાણે ગૂંચવાયેલું ચંદ્રકિરણ છું.

1 પ્રત્યાઘાતો:
ગુરુપૂર્ણિમાને અનુરૂપ મન્નાડેના મધુર અવાજમા ગવાયેલ ગીતની અનોખી ભેટ માટે આભાર.
Post a Comment