Monday, 26 July 2010

હરિવર ઉતરી અવ્યાં નભથી - ભગવતીકુમાર શર્મા

ગુજરાતી સુગમસંગીતમાંશાસ્ત્રીય રાગ રાગીણી આધારીત રચનાઓ બહુ થોડી જોવા મળે છે. આ વરસાદી મૌસમમાં સાંભળીયે મલ્હાર રાગ પર આધારીત એક વર્ષા ભજન.




કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર - નયના ભટ્ટ, હરિશ ઉમરાવ
સંગીત - ????


હરિવર ઉતરી આવ્યાં નભથી, ગાતાં મીઠ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળતું,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વ્યં બની ખુશ્બુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગર્જ્યા ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી ટહુક્યા મનભર મોર
ત્રિભુવનમોહન નેત્રફલકને ઝળહળ વીજચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

વાદળમાં ઘોળાયો રંગસભર ઘનશ્યામ,
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુલધામ
પ્રેમ અમલરસ હરિને હૈયે, તેનું આ ચોમાસુ,
નામસ્મરણને શક્તિ નભને, નેણથી વહેતાં આંસુ,
મેઘધનુમાં મોરપીંછનાં સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP