માંગી મે પાંદડી - કમલેશ સોનાવાલા
કવિ - કમલેશ સોનાવાલા
સ્વર - મિતાલી સિંહ, રૂપકુમાર રાઠોડ
સંગીત - પુરૂષોત્તમ ઉપાધ્યાય
વખતના વ્હેણમાં અટકી ગઇ યાદી તણી ગઝલ,
તારા નયનમાં બાંધી પણ છટકી ગઇ ગઝલ.
માંગી મેં પાંદડીને, આપ્યું તે ગુલાબ,
અણિયાળી આંખડીને છલકે શરાબ.
માંગ્યો મેં મોરલો ને દીધો ઝરમર વરસાદ,
ટમટમતો તારલો જાણે સાજનનો સાથ.
માંગી મેં ચાંદની, તે ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ.
માંગ્યું મેં મન દીધુ આખું ગગન,
અંગડાતું જોબન જાણે સમીરી ચમન
આંગ્યો મેં ટહુકો, દીધો અંતરના બોલ,
ફાગણી ગુલાલમાં છે જીવતરના કોલ
સ્વર - મિતાલી સિંહ, રૂપકુમાર રાઠોડ
સંગીત - પુરૂષોત્તમ ઉપાધ્યાય
વખતના વ્હેણમાં અટકી ગઇ યાદી તણી ગઝલ,
તારા નયનમાં બાંધી પણ છટકી ગઇ ગઝલ.
માંગી મેં પાંદડીને, આપ્યું તે ગુલાબ,
અણિયાળી આંખડીને છલકે શરાબ.
માંગ્યો મેં મોરલો ને દીધો ઝરમર વરસાદ,
ટમટમતો તારલો જાણે સાજનનો સાથ.
માંગી મેં ચાંદની, તે ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ.
માંગ્યું મેં મન દીધુ આખું ગગન,
અંગડાતું જોબન જાણે સમીરી ચમન
આંગ્યો મેં ટહુકો, દીધો અંતરના બોલ,
ફાગણી ગુલાલમાં છે જીવતરના કોલ
0 પ્રત્યાઘાતો:
Post a Comment