રવિવારની સવાર - યૉસેફ મેકવાન
કવિ - યૉસેફ મૅકવાન
સાત ટકોરા ખર્યા
સમયના કંકર મુજને વાગ્યા
ઘરની સઘળી ચીજ જાગીને જુએ મારી સામે
પાણી ગોળીમાંનું છાલક છાલક ઉછળે
લોપ થયેલા હવા મહીંથી
શબ્દ-સૂરના વિહગ ઊડવા ચાહે-----
હેંગર પરના વસ્ત્ર મુજના સ્પર્શવિહોણાં તડપે
તડપે ચોપાસે આ સઘળું જાગી!
આજે રવિવારની સવાર
પથારી ઝીણું ઝીણું કળપે
હું જાગું ને સુપ્ત હજી મુજ પત્ની
એને હૈયે નિરાંત-સ્ત્રોવર લહેરે
એના તરંગ મુખે પથરાતા
મારી કીકીમાં પડઘાતા;
રોજ ગૂંથાતો કાર્ય વિશે ને ચક્ર સમો ચીસાતો
આજે રજા ---
હું ઘેર ---
નિજના શ્વાસ મહીં સિંચાતો
કોની મ્હેર?
રવિવારની સવાર
આજે
આંગણિયામાં પર્ણે સૂરજ ઊગ્યા!
સાત ટકોરા ખર્યા
સમયના કંકર મુજને વાગ્યા
ઘરની સઘળી ચીજ જાગીને જુએ મારી સામે
પાણી ગોળીમાંનું છાલક છાલક ઉછળે
લોપ થયેલા હવા મહીંથી
શબ્દ-સૂરના વિહગ ઊડવા ચાહે-----
હેંગર પરના વસ્ત્ર મુજના સ્પર્શવિહોણાં તડપે
તડપે ચોપાસે આ સઘળું જાગી!
આજે રવિવારની સવાર
પથારી ઝીણું ઝીણું કળપે
હું જાગું ને સુપ્ત હજી મુજ પત્ની
એને હૈયે નિરાંત-સ્ત્રોવર લહેરે
એના તરંગ મુખે પથરાતા
મારી કીકીમાં પડઘાતા;
રોજ ગૂંથાતો કાર્ય વિશે ને ચક્ર સમો ચીસાતો
આજે રજા ---
હું ઘેર ---
નિજના શ્વાસ મહીં સિંચાતો
કોની મ્હેર?
રવિવારની સવાર
આજે
આંગણિયામાં પર્ણે સૂરજ ઊગ્યા!
0 પ્રત્યાઘાતો:
Post a Comment