ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
રક્ષાબંધનન દિવસે એક વધારાના ગીતનું બોનસ.
કવિ - ???
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપુર
સંગીત - ???
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
આશિષનું અમરત ધોળે છે બેનડીની આંખડી
ભાઇ તારા કરશે રખવાળા અમ્મર રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
ઓ... એને તાણેવાણે બેઠી અંબા જગદંબામાતા
જેને હાથે મા બંધાઇ, અમર રહે એ ભ્રાતા,
વીરા તુજને દઇ દઇ લેશું, દેશે બેની રાંકડી
હો... પવિત્રતાને જગમાં જાણે અવતરવાનું મન થયું,
બ્રહમાજીનો ફર્યો ચાક્ડો, બેનીનું સર્જન થયું,
બેની માટે આ સંસારની કેડી પડતી સાંકડી.
ઓ...વીરા તારો પડછાયો થઇ રે'શે બેની સાથે,
તારી રક્ષા કરવા બાંધી લક્ષ્મણરેખા હાથે,
છોને આંધી ભવસાગરમાં, ડૂબે નહિ નાવડી
કવિ - ???
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપુર
સંગીત - ???
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
આશિષનું અમરત ધોળે છે બેનડીની આંખડી
ભાઇ તારા કરશે રખવાળા અમ્મર રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
ઓ... એને તાણેવાણે બેઠી અંબા જગદંબામાતા
જેને હાથે મા બંધાઇ, અમર રહે એ ભ્રાતા,
વીરા તુજને દઇ દઇ લેશું, દેશે બેની રાંકડી
ભાઇ તારા કરશે રખવાળા અમ્મર રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
હો... પવિત્રતાને જગમાં જાણે અવતરવાનું મન થયું,
બ્રહમાજીનો ફર્યો ચાક્ડો, બેનીનું સર્જન થયું,
બેની માટે આ સંસારની કેડી પડતી સાંકડી.
ઓ...વીરા તારો પડછાયો થઇ રે'શે બેની સાથે,
તારી રક્ષા કરવા બાંધી લક્ષ્મણરેખા હાથે,
છોને આંધી ભવસાગરમાં, ડૂબે નહિ નાવડી
ભાઇ તારા કરશે રખવાળા અમ્મર રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
હો... દુઃખડા તારાં મુજને દઇ દે, હસતી રમતી રે'જે
પ્રાણ પાથરું બેની કાજે, શક્તિ મુજને દે'જે,
તુજને ઊની આંચ ન આવે, દે આશિષ અંબા માવડી
ભાઇ તારા કરશે રખવાળા અમ્મર રાખડી
ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી
0 પ્રત્યાઘાતો:
Post a Comment